Saturday, July 10, 2010

કમ્પ્યૂટરના કર્સરની મૂવમેન્ટ માટે તમારે હવે માઉસની જરૂર નહીં પડે. મેસેચુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વિજ્ઞાનીઓએ એવું માઉસ તૈયાર કર્યું છે તે દેખાતું નથી.

વાસ્તવમાં તેમણે કમ્પ્યૂટરના મોનિટરની બાજુમાં ઈન્ફ્રારેડ ટ્રેકિંગ કેમેરો લગાવ્યો છે. આ લેસર કિરણોની મદદથી હાથ અને આંગળીઓની હલચલ પર નજર રાખી શકાય છે. કેમેરો આંગળીઓની હલચલ સમજીને તેને કર્સરના રૂપમાં સ્ક્રીન પર ડિસ્પલે કરે છે.

આ કેમેરો ટેબલની સપાટી પર નજર રાખે છે. તેના પર ફરતી આંગળીઓના ઈશારે કર્સર સ્ક્રીન પર ફરે છે. આ કેમેરો ક્લિક અને ડબલ ક્લિક પણ સારી રીતે સમજી શકે છે.